Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરબે વર્ષ પહેલાંની અરજીનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

બે વર્ષ પહેલાંની અરજીનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક બે વર્ષ પહેલાં ફોનમાં થયેલી ગાળાગાળી અને અરજીનો ખાર રાખી બે શખ્સોએ મજુરી કામ કરતા યુવાનને ગાળો કાઢી છરી વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્ક શેરી નંબર-7 માં રહેતાં ગુલામભાઈ હાજીભાઈ શેખ (ઉ.વ.31) નામનો મજુરી કામ કરતો યુવાનને બે વર્ષ પહેલાં રાજકોટ શાપરના અર્જુનસિંહ સાથે ફોનમાં ગાળાગાળી થઈ હતી અને ત્યારબાદ અરજી કરી હતી જે બાબતનો ખાર રાખી અર્જુનસિંહ વિજયસિંહ સોઢા (રહે. શાપર, રાજકોટ), અને અલ્તાફ જુમા ગોધાવિયા (રહે. લાલખાણ, જામનગર) નામના બે શખ્સોએ શનિવારે સાંજના સમયે પ્રદર્શન મેદાન પાસે ગુલામભાઇને આંતરીને ગાળો કાઢી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ બાઈક પરથી નીચે પટકાતા ગુલામભાઈ ઉપર ઢીકાપાટુનો માર મારી ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલઇમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણના આધારે પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular