Thursday, May 22, 2025
Homeવિડિઓજામનગર જિલ્લાની શાળાઓમાં વોટર કુલર અર્પણ - VIDEO

જામનગર જિલ્લાની શાળાઓમાં વોટર કુલર અર્પણ – VIDEO

જામનગર તથા મોરબી જિલ્લાની 124 શાળાઓમાં લોકાર્પણ : સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત

વિસ્ટા ક્ધસોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા.લી. દ્વારા સામાજિક ફરજના ભાગરૂપે જામનગર અને મોરબી જિલ્લાની 124 શાળાઓમાં વોટર પ્યોરીફાયર સાથેના વોટર કુલર અર્પણ કરવાનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે ધારાસભ્ય, મેયર, શહેર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગર જિલ્લાની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિસ્ટા ક્ધસોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા.લી. સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે. વિસ્ટા ક્ધસોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ વોટર પ્યુરીફાયર અને વોટર કુલર સિસ્ટમ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને સોમવારે જામનગરના ટાઉન હોલ ખાતે જામનગર તથા મોરબી જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી 124 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર એનાયત કરવાનો કાર્યક્રમ સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરના પહેલગામના આતંકવાદી હુમલામાં થયેલ નિર્દોષ લોકોના મૃત્યુ અંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપા પ્રમુખ બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરષોતમભાઈ કકનાણી, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, અગ્રણી જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular