Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરઆઈડી પ્રુફ વગર રૂમ ન આપનાર ગેસ્ટ હાઉસ સંચાલક ઉપર હુમલો

આઈડી પ્રુફ વગર રૂમ ન આપનાર ગેસ્ટ હાઉસ સંચાલક ઉપર હુમલો

ઉશ્કેરાયેલા શખ્સે ગાળો કાઢી પાવડાના હાથા વડે લમધાર્યો: જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો કાઢી : મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનના એસ.ટી. ડેપો સામે આવેલા ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રખાવવા ગયેલા શખ્સના સગા પાસે આઇડી પ્રુફ ન હોવાથી સંચાલકે રૂમ આપ્યો ન હતો. જેનો ખાર રાખી શખ્સે સંચાલકને લાકડાના પાવડા વડે આડેધડ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની સામે આવેલા સોનલનગરમાં રહેતાં જીવરાજભાઈ રાણાભાઈ ચાવડા નામનો યુવાન એસટી ડેપો સામે આવેલા શિવમ કોમ્પલેક્ષમાં ચંદ્રમૌલી ગેસ્ટ હાઉસ ચલાવે છે દરમિયાન બે દિવસ પહેલાં જામનગરના દિવુભા સુખુભા જાડેજા નામનો શખ્સ તેના સગા માટે રૂમ ભાડે રાખવા ગયા હતાં. પરંતુ, સગા પાસે કોઇ આઈડી પ્રુફ ન હોવાથી સંચાલકે રૂમ આપવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી દિવુભા જાડેજા એ રાત્રિના સમયે લાકડાના પાવડાના હાથા વડે યુવાન ઉપર આડેધડ હુમલો કરી હાથમાં તથા પગમાં ઈજા પહોંચાડી હતી. ઉપરાંત અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે દિવુભા વિરૂધ્ધ હુમલો, ધમકી અને એટ્રોસિટીનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular