Tuesday, October 8, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૮૬.૬૯ સામે ૬૦૮૩૭.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૫૯૭.૩૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨.૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૭૧૮.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૩૩.૪૫ સામે ૧૮૨૩૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૪૫ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ૧૮૧૩૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થયા બાદ ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી તોફાન ચાલુ રાખીને સતત બજારને પોઝિટિવ ઝોનમાં રાખ્યું હતું. શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખીને આજે બેઝિક મટિરિયલ્સઅને ટેલિકોમ શેરોમાં વેચવાલી કર્યા સાથે મેટલ કંપનીઓના શેરોમાં આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. અલબત હેલ્થકેર, એફએમસીજી, આઇટી – ટેક શેરોમાં આજે ફંડો, મહારથીઓએ અવિરત પસંદગીની તેજી કરતાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો પચાવાતો જોવાયો હતો.

- Advertisement -

વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ ચિંતા સાથે વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને સ્થાનિક સ્તરે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતાએ પણ બજાર પર અસર જોવાઈ હતી. ગત ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના હતા. ઉપરાંત તાજેતરમાં મોર્ગન સ્ટેન્લી બાદ ગોલ્ડમેન સાશે પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૩ અને વધનારની સંખ્યા ૧૩૦૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશે ભારતીય શેરબજારને ડાઉનગ્રેડ કર્યુ છે. ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને ‘માર્કેટ વેટ’ કરી દીધુ છે અને આ ડાઉનગ્રેડિંગ માટે શેરબજારમાં ચાલુ વર્ષે આવેલી ઐતિહાસિક તેજીને જવાબદાર ગણાવી છે. એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ૦.૭૬%ના ઘટાડાની તુલનાએ, ભારતીય શેરમાં સરળ ધિરાણનીતિ, ઝડપી રસીકરણ અને અર્થવ્યવસ્થા ફરીથી ખુલવાથી વર્ષ ૨૦૨૧માં અંદાજીત ૨૮%ની તેજી આવી છે. નોંધનિય છે કે, ભારતીય શેરબજારની વેલ્યૂએશનમાં અતિશય વધારાને ધ્યાનમાં રાખી અન્ય ઘણી બ્રોકરેજ ફર્મ જેવા કે મોર્ગન સ્ટેન્લી, નોમુરા અને યુબીએસને પણ ભારતીય શેરબજાર પ્રત્યે પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કરવાની ફરજ પડી છે.

ગોલ્ડમેન સાશે પોતાના એક અહેવાલમાં જણાવ્યુ હતું કે, ભારતીય ઇક્વિટી માર્કેટ્સ માટે રિસ્ક- રિવર્ડ હાલના સ્તરે ઓછું આકર્ષક છે. આગામી વર્ષે સંભવિત મજબૂત ચક્રિય અને લાભકારક રિફોર્મ્સ હાલની ઉંચી વેલ્યૂએશન પર સકારાત્મક છે, જો કે બજારને ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો અને અમેરિકામાં ધિરાણનીતિ કડક થવી જેવા અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય બજાર આગામી ૩ થી ૬ મહિનામાં કોન્સોલિડેટેડ રહી શકે છે અને મહદંશે નબળું પ્રદર્શન કરી શકે છે.

તા.૧૬.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૧૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૧૮૮ પોઈન્ટ થી ૧૮૨૦૨ પોઈન્ટ ૧૮૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૧૫.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૮૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૮૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૯૦૯ પોઈન્ટ થી ૩૯૦૦૯ પોઈન્ટ, ૩૯૧૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૧૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૨૦૯૬ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૧૨ થી રૂ.૨૧૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૭૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૪ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૪૦ ) :- રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૬૧ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડીલા હેલ્થકેર ( ૪૯૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૭ થી રૂ.૫૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસીસી લિમિટેડ ( ૨૫૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૩૩ થી રૂ.૨૫૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૪૬ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૪૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૩ થી રૂ.૯૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • TVS મોટર ( ૭૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૫૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ ( ૪૫૭ ) :- રૂ. ૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૪૪ થી રૂ.૪૩૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular