Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપિત કરી ગોડસેની પ્રતિમા

જામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપિત કરી ગોડસેની પ્રતિમા

- Advertisement -

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચાર કર્યા હતા. ગોડસેનાં મૃત્યુ બાદ પણ ન મારા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા નાં સૂત્રને સાર્થક કરવા હિન્દુ સેનાના કાર્યકરો એકત્રિત થયા હતા. 8 સપ્ટેમ્બર નાં રોજ હિન્દુ સેનાન બેઠક મળી હતી. જેમાં 15 નવેમ્બરનાં રોજ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધન ને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસીનાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપ્યો હતો. વર્તમાન યુગમાં યુવાઓ દબાયેલા છે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ને જગાડવા માટે ગોડસે જી પ્રેરણા રૂપ બનશે. એટલુજ નહિ યુવાઓ માં જોમ, જુશો અને રાષ્ટ્ર, ધર્મ પ્રત્યેની જાગૃતતા લાવવા આયોજન થયું હતું તેમ હિન્દુસેનાના પ્રમુખ એ જણાવ્યું છે.

- Advertisement -

તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરી હતી પરંતુ સુધી કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિત માં કોઈ જવાબ ન મળતાં હિન્દુ સેનાએ તેમની જગ્યા માં ગોડસેની પ્રતિમ સ્થાપિત કરી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુની હાજરીમાં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલના માર્ગદર્શનથી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા, ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ધીરેન નંદા, જયેશ પિલ્લાઈ, પાર્થ ચોવતિયા, પૃથ્વી વાઢેર, જીમી ભરડવા, દિનેશ કેશવાલા, જતીન ઠાકોર, અર્જુન, રામુ, વાશુ વગેરેની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular