જામનગરમાં શિયાળાની ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. છેલ્લા દશેક દિવસથી જામનગરમાં ફૂલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ વધતાં શહેરીજનો ગરમવસ્ત્રોમાં લપેટાયા જોવા મળી રહ્યાં છે. તેની સાથે લોકો તંદુરસ્તી માટે મોર્નિંગવોકમાં જતાં પણ જોવા મળી રહ્યાં છે. શિયાળામાં તંદુરસ્તીની જાળવણીનો ઉત્તમ સમય હોય છે. શિયાળાના સમયમાં વ્હેલી સવારે લોકો તંદુરસ્તી માટે મોર્નિંગવોક માટે જતાં હોય છે. તેમજ યોગા તથા કસરતો કરતાં હોય છે. હાલમાં શિયાળાની જમાવટ થતી હોય, શહેરીજનો લાખોટા તળાવ ખાતે મોર્નિંગવોક માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. શિયાળામાં વ્હેલીસવારથી લોકો મોર્નિંગવોક વડે તંદુરસ્તી તથા સ્વાસ્થ્ય માટે જતાં હોય છે. તેમજ વિવિધ યોગાસનો પણ કરતાં હોય છે. જામનગરમાં લાખોટા તળાવ પરીસરમાં શહેરીજનો મોર્નિંગવોક કરી રહ્યાં છે. તેમજ યોગાસનો પણ કરી રહ્યાં છે.