દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણમાં રહેતાં યુવાને લગ્ન ન થતા જિંદગીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા પ્રદીપસિંહ કિરીટસિંહ જાડેજા નામના 31 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક પ્રદિપસિંહ જાડેજાના લગ્ન સંબંધ થતા ન હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.