Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના ગઢેચીના નામચીન બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

દ્વારકાના ગઢેચીના નામચીન બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દ્વારકા પોલીસ દ્વારા કરાયેલી બુટલેગર સામેની પાસાની દરખાસ્ત મંજૂર કરાતા પોલીસે ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર અને દ્વારકા જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈ ટી સી પટેલ, પીએસઆઈ આર.એચ. સુવા, એએસઆઈ કે.આર. મેર, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા તથા નાયબ મામલતદાર નિલેશ કરમુર સહિતના સ્ટાફે દ્વારકા તાલુકાના ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતાં ઓઢળભા બુધાભા સુમણિયા (ઉ.વ.35) નામના નામચીન બુટલેગર વિરૂધ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર જી ટી પંડયા દ્વારા મંજૂર કરાતા પોલીસે ઓધળભાની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular