જામનગર શહેર-જિલ્લાના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ વિરૂધ્ધ એલસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર દ્વારા મંજૂર કરાતા પોલીસે શખ્સને ઝડપી લઇ અમદાવાદની સાબરમતિ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર શાંતિનગર 6 માં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ નામના શખ્સ વિરૂધ્ધ લુંટ, ધાકધમકી, ખંડણી, ઘરફોડ, પ્રોહિબીશન સહિતના 25 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ દિવ્યરાજસિંહ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલા તથા પીઆઈ જે.વી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહ દ્વારા મંજૂર કરવામાં આવતા પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે દિવ્યરાજસિંહની ધરપકડ કરી અમદાવાદની સાબરમતિ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.