Monday, October 7, 2024
Homeરાજ્યVideo : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલના કોરોનાના દર્દીઓ માટે 150 બેડની...

Video : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલના કોરોનાના દર્દીઓ માટે 150 બેડની વ્યવસ્થા

48 વેન્ટિલેટર સહિતની તમામ તૈયારીઓ સજ્જ

- Advertisement -
ગુજરાત રાજ્ય સાથે સમગ્ર દેશમાં કોરોનાના કેસો છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે.
આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, તેની સાથે 48 વેન્ટિલેટર તેમજ નિયમિત રીતે ઓક્સિજન સપ્લાય સાથે વિવિધ પ્રકારની દવાઓ પણ પ્રાપ્ય છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણ જણાય અને તેનું તુરંત નિદાન થાય તે માટે અહીં આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટ પણ 24 કલાક વ્યવસ્થા ઉપલબ્ધ છે.
કોરોના સામે લડત આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે. ત્યારે કોઈપણ વ્યક્તિએ કોરોનાથી ન ડરવા તેમજ લક્ષણ જણાય તો અહીંની સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા હોસ્પિટલના જનરલ મેડિસિન વિભાગના ડોક્ટર પાર્થ વાઘાણી દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular