જામનગરમાં ઈ-કેવાયસી અને નવા રાશનકાર્ડની કામગીરીમાં લાંબી લાઈનોને કારણે અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા પણ લોકમાંગણી ઉઠી છે.
જામનગર શહેરમાં લાલ બંગલા ઝોનલ ઓફિસ ખાતે ઈ-કેવાયસી તથા નવા રાશનકાર્ડની કમગીરી ચાલે છે જેમાં અરજદારોની લાંબી લાઈનો લાગે છે શહેરીજનો કેવાયસી માટે સવારે 07 વાગ્યામાં લાઈનમાં ઉભા રહી જાય છે ત્યારે બપોરે 11 કે 12 વાગ્યે વારો આવે છે તેમજ વારો આવ્યા બાદ પણ કેટલાંક ડોકયુમેન્ટ ઘટતા હોય કે ઝેરોક્ષ ન હોય તો ફરીથી ડોકયુમેન્ટ પુરા કરવા માટે અરજદારોને ભારે મુશ્કેલી પડે છે અને વારો પણ જતો રહે છે. જેથી ફરીથી બીજા દિવસે લાઈનમાં ઉભવુ પડે છે. જેના પરિણામે કેવાયસી અને નવા રાશન કાર્ના ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડે છે. આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.