Friday, March 21, 2025
Homeરાજ્યહાલારશિવરાત્રિ પૂર્વે હર્ષદના પૌરાણિક મંદિરનું શિવલિંગ ખંડિત કરતા અસામાજિક તત્વો

શિવરાત્રિ પૂર્વે હર્ષદના પૌરાણિક મંદિરનું શિવલિંગ ખંડિત કરતા અસામાજિક તત્વો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે આવેલા પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં રહેલા શિવલિંગ રાત્રિના સમયે ગુમ થઈ જતા હિન્દુઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો અને શિવલિંગનું થાળુ દરિયાકિનારેથી મળી આવ્યું હતું. જ્યારે શિવલિંગની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર અને દેવભુમિ દ્વારકા સહિત સમગ્ર દેશમાં આવતીકાલે શિવરાત્રિના તહેવારની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ)માં આવેલા અતિ પૌરાણિક એવા ભીડભંજન ભવાનિશ્ર્વર મહાદેવ મંદિરમાં આવેલા શિવલિંગને ગત રાત્રિના સમયે વિકૃત માનસિકતા ધરાવતા આવારા તત્વોએ દરિયાઈ માર્ગે આવીને ભવાનિશ્ર્વર મંદિરનું શિવલિંગ જ ગુમ કરી દેવાયું હતું અને શિવલિંગનું થાળુ દરિયાકિનારેથી મળી આવ્યું હતું. જેના કારણે હિંદુઓમાં ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો હતો. આવારા તત્વો દરિયાઈ માર્ગે આવીને આ જ માર્ગ પરથી પરત ફરી ગયા હોવાના અનુમાનના આધારે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ડીવાયએસપી સાગર રાઠોડ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને શાંતિ ડહોળવાના પ્રયાસ કરતી આ ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular