Monday, October 14, 2024
Homeસ્પોર્ટ્સન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

જાડેજા-કોહલી-શામી અને બૂમરાહને આરામ

- Advertisement -

- Advertisement -

પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ઘરઆંગણે 17 નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમનું સુકાન ધારણા અનુસાર આક્રમક ઓપનિંગ બેટસમેન અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને સોંપાયું છે. વર્લ્ડ કપ બાદ કપ્તાની છોડનાર વિરાટ કોહલી, મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી જેવા કેટલાક સીનીયર ખેલાડીઓને આ શ્રેણીમાં વિશ્રામ અપાયો છે. જયારે આઉટ ઓફ ફોર્મ અને નબળી ફિટનેસને લીધે હાર્દિક પંડયાને પડતો મુકાયો છે. વિશ્વ કપની ટીમમાં સામેલ બે સ્પિનર વરૂણ ચક્રવર્તી અને રાહુલ ચહર પણ કિવિઝ વિરૂધ્ધની સિરીઝમાંથી આઉટ થઇ ગયા છે. કેએલ રાહુલ ઉપસુકાનીની જવાબદારી સંભાળશે. અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિન ટીમમાં જળવાઇ રહ્યો છે.

બીજી તરફ આઇપીએલમાં સૌથી વધુ રન કરીને ઓરેન્જ કેપ હાંસલ કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સના ઓપનર કર્ણાટકના બેટસમેન ઋતુરાજ ગાયકવાડ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર રોયલ ચેલેન્જર્સના મીડીયમ પેસર હર્ષલ પટેલની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ છે. આ ઉપરાંત આઇપીએલ સ્ટાર વૈંકટેશ અય્યર અને આવેશ ખાનને પણ તક મળી છે. વૈંકટેશ અય્યર પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સામેલ થયો છે. સ્પિનર યજુર્વેન્દ્ર ચહર, અક્ષર પટેલ, બેટસમેન શ્રેયસ અય્યર અને ઝડપી બોલર મોહમ્મદ સિરાઝની વાપસી થઇ છે. દીપક ચહર પણ ટીમમાં સામેલ થયો છે. ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીના ત્રણ મેચ 17, 19 અને 21 નવેમ્બરે અનુક્રમે જયપુર, રાંચી અને કોલકતામાં રમાશે.

ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વેંકટેશ અય્યર, યજુર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વરકુમાર, દીપક ચહર, મોહમ્મદ સિરાઝ અને હર્ષલ પટેલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular