આધુનિક જીવનશૈલિ અને ખરાબ ખાવા-પીવાની આદતોને કારણે હૃદયરોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં હૃદયની સમસ્યાઓથી બચવા માટે યોગ્ય ખાવા-પીવાની આદતો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ત્યારે આજે જાણીએ એવા ફૂડ્સ વિશે જેની મદદથી હૃદયની સમસ્યાઓથી તમે પોતાને દૂર રાખી શકો છો.
આજકાલ હાર્ટએટેકના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. આમ, જોઇએ તો વ્યસ્ત શેડયુલ વચ્ચે આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યને અવગણીએ છીએ અને તે આપણા હૃદયને સૌથી વધુ અસર કરે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલિ, ખરાબ ખાવા-પીવાની આદતો અને તણાવને કારણે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કેટલાંક એવા સુપરફૂડ કે જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.
01. લીલા પાંદડાવાળા શાકભાજી : વિટામિટન, ખનિજો અને આહાર નાઇટ્રેટથી ભરપૂર પાંદડાવાળા શાકભાજી ધમનીઓને સુધારવા અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે જાણીતા છે. માટે આહારમાં પાલક, બ્રોકોલી વગેરે લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
02. બેરી અને ફળો : બ્લુ બેરી, સ્ટ્રોબેરી, સફરજન અને નારંગી જેવા ફળોમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સિડન્ટઠ હોય છે. જે બળતરા ઘટાડે છે અને મૂડ સુધારે છે. તેમજ ફાઇબર અને વિટામિન ‘સી’ હોય છે. જે ખરાબ કોલસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખે છે.
03. આખા અનાજ : આખા અનાજમાં ફાઇબર, વિટામિન ‘બી’ અને ઘણાં જરૂરી ખનિજો હોય છે. જે હૃદયના સ્વાસ્થને સુધારે છે. બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે અને ખરાબ કોલસ્ટ્રોલને ઘટાડે છે.
04. બદામ અને સિડ્સ : બદામ અને સિડ્સ બન્ને અસંતૃપ્ત ચરબી, ફાઇબર અને પ્લાન્ટ સ્ટેરોલ્સથી ભરપૂર હોય છે. જે કોલસ્ટ્રોલ ઘટાડે છે. ઓલીવ ઓઇલ અને એવોકોડોમા મોનોઅનસ્ેચયુરેટેડ ચરબી અને એટીઓક્સિડન્ટ હોય છે.
આમ, આહાર દ્વારા આપણે આપણા હૃદયને સ્વસ્થ બનાવી શકીએ છીએ. તો બસ આટલો ફેરફાર કરો અને સ્વસ્થ રહો.
(અસ્વિકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)