Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરવન-વેમાંથી પસાર થતા વાહનચાલકો સામે કાર્યવાહી

વન-વેમાંથી પસાર થતા વાહનચાલકો સામે કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરની ટ્રાફિક વ્યવસ્થા સૌથી કથળેલી હાલતમાં છે અને તેમાં પણ જાહેરમાર્ગો પર ટ્રાફિક સિગ્નલના કોઇ ઠેકાણા નથી તેની સાથે સાથે પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિકબ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસ મોટાભાગના સમયે મોબાઇલમાં અને વાતોમાં વ્યસ્ત રહેતાં હોય છે જેના કારણે આ સમસ્યા દિવસેન દિવસે વધુ જટીલ બનતી જાય છે. આવી સ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા કયારેક-કયારેક શહેરના વનમાંથી પસાર થતા વાહનચાલકો સામે દંડાત્મક કામગીરી સંતોષ માની લ્યે છે. આવી જ એક કાર્યવાહી હેઠળ ગઈકાલે સાંજના સમયે લાલ બંગલાથી ગુરૂદ્વારા તરફના માર્ગ પરના વનવેમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, બેજવાબદાર ટ્રાફિક પોલીસ અને ઠેકાણા વગરના સિગ્નલોથી ટેવાયેલા શહેરીજનો ગમે ત્યારે ગમે તે વનમાંથી બેધડક પસાર થતા હોય છે. ગઈકાલે પોલીસ ્વારા આ લાલ બંગલાવાળા રોડ પર વનવેમાંથી આવતા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular