જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા આરોગ્ય વિભાગની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના લાવપુર રોડ પર, પમ્પ હાઉસની પાછળ, સ.નં. 1217/2/1વાળી જગ્યામાં રૂા.1329 કરોડના ખર્ચે યુ.સી.એચ.સી. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર), સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્પેરયલ આસિસ્ટન્ટ ફોર કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટ-1ની ગાન્ટ અંતર્ગત વો. નં. 19મા આર્શિવાદ દિપ સોસાયટી પુલિયા થી જામનગર-રાજકોટ હાઈવે સુધી રૂા. 2.50 કરોડના ખર્ચે સી.સી. રોડ (3) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્પેશ્યલ આસિસ્ટન્ટ ફોર કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટ-1ની ગ્રાન્ટ અંતર્ગત વો. નં. 16મા રાજકોટ રોડ થી પોરીવાવ ગામ સુધી રૂા. 2.55 કરોડના ખર્ચે સી.સી. રોડ બનાવવાના કામોનું તા. 05 ના રોજ ખાતમુહુર્ત મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના હસ્તે સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં માન શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડી. એન. મોદી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, દંડક કેતનભાઈ નાખવા, વોર્ડના સભ્યઓ, સીટી એન્જિનીઅર બી. એન. જાની તેમજ વિસ્તારના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
ખાતમુર્હુતમાં વો.નં.16મા શહેરના નગરજનોને આરોગ્યની સેવાનો લાવ મળે તેની 35 ભેડ, 6 ઓ.પી.ડી. તથા તેને આનુસાંગિક સેવાઓ ધરાવતુ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓનો લાભ પ્રાપ્ત થશે. તદઉપરાંત જામનગર શહેરની ભાગોળે વિકસતા વિસ્તારની જુદી-જુદી સોસાયટીઓને સી.સી. રોડની કનેકટીવીટીનો લાભ મળશે.