જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા દ્વારા ગૂડ ગવર્નન્સ ડે ના રોજ અને ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2.0 ના શુભારંભ ના શુભ અવસરે જામનગર શહેરમાં નવા એસપીરેશનલ પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો જે અંતર્ગત જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના પરિસરમાં પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યઓ રિવાબા જાડેજા તેમજ દિવયેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશીની ઉપસ્થિતિમાં કરવામા આવ્યું હતું આ કાર્યક્રમમાં જી. જી. હોસ્પિટલના ડીન નંદિનીબેન દેસાઈ, તબિબી અધિક્ષક ડો. દિપકભાઈ તિવારી તથા ટીમ અને સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોશી અને ટીમ પણ હાજર રહી હતી આ પ્રસંગે બંને ધારાસભ્યઓ ગુણવત્તાયુક્ત બાંધકામ કરવા અને જરૂર પડ્યે ગ્રાંટ ફાળવશે તેમ જણાવ્યું હતું.