Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

મીઠાપુર નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

- Advertisement -

દ્વારકા જિલ્લાના શિવરાજપુરમાં રહેતો યુવાન તેની બાઈક પર સુરજકરાડીમાંથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે બાઈકસવારને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા મેહુલ પરબત કારા નામના 29 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગુરુવારે સાંજના સમયે પોતાના જી.જે. 18 સી.એલ. 6509 નંબરના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે સુરજકરાડી વિસ્તારમાં કાંકરી ગેટ આગળથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 એક્સ. 9175 નંબરના એક ટ્રકના ચાલકે મેહુલભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં મેહુલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકી અને નાસી છૂટ્યો હોવાનો વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ વિજયભા પરબતભા કારાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રક ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular