Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરસસોઇ ડેમ નજીકથી છોટાહાથીમાં ભૂસા નીચે સંતાડેલો દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

સસોઇ ડેમ નજીકથી છોટાહાથીમાં ભૂસા નીચે સંતાડેલો દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

લાલપુર પોલીસનો દરોડો: દારૂના ચપલા- બોટલ અને બીયર સહિત કુલ રૂા.2,77,200 નો જથ્થો કબ્જે : છોટાહાથીના નંબરના આધારે બુટલેગર અને ચાલકની શોધખોળ

- Advertisement -

લાલપુર નજીક સસોઇ ડેમ જવાના માર્ગ પર બાવળની ઝાડીઓમાં રાખેલા છોટાહાથીમાંથી પોલીસે દારૂની બોટલો અને 1296 નંગ બીયરના ટીન અને વાહન સહિત કુલ રૂા. 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ આરંભી હતી. કાલાવડ તાલુકાના બાંગા ગામથી બેરાજા તરફ જવાના માર્ગ પરથી પોલીસે 20 નંગ ચપલા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના સસોઇ ડેમ તરફ જવાના માર્ગ પરના જૂના રસ્તા ઉપર બાવળની ઝાડીઓમાં છોટાહાથી બિનવારસુ પડયું હોવાની બાતમીના આધારે પીએસઆઇ એસ.વી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ જીજે-24-એકસ-6081 નંબરના છોટાહાથીમાં ભુસાના બાચકા ભર્યા હતાં. પરંતુ પોલીસને શંકા જતા આ ભુસાના બાંચકાઓ ખસેડતા તેની નીચેથી સંતાડેલી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ છોટાહાથી વાહનમાં 51 બોકસમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો, ચપલા અને બીયરના 1296 નંગ ટીમ સહિતનો રૂા.2,77,200 ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો અને રૂા.3.50 લાખની કિંમતનું છોટાહાથી વાહન તથા ભૂસાના બાંચકા સહિત કુલ રૂા.6,27,200 નો મુદ્દામાલ કબ્જે કરી વાહનના નંબરના આધારે ચાલક તથા બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, કાલાવડ તાલુકાના બાંગા ગામથી બેરાજા ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતાં નરેન્દ્ર ઉર્ફે નરેશ પાલા ખીમા પરમાર નામના મોટી ભલસાણ ગામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.4000 ની કિંમતના ઈંગ્લીશ દારૂના 20 નંગ ચપલા મળી આવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે નરેન્દ્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં જામનગરમાં હર્ષદમીલની ચાલીમાં રહેતાં પ્રકાશ કાના પરમાર નામના શખ્સની સંડોવણી હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular