કાલાવડ ગામમાં રણુજા ચોકડી પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી નાની ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ, કાલાવડ ગામમાં રણુજા ચોકડી પાસેથી પસાર થતા વશરામ ઉર્ફે વિવેક મનસુખ ભંડેરી નામના શખ્સને કાલાવડ પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની 180 એમ.એલ.ભરેલા ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવતા પોલીસે વશરામને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.