કાલાવડથી મછલીવડ જવાના રોડ પર વાહનની રાહ જોઇ રહેલા પટેલ પ્રૌઢને કારમાં આવેલા પાંચ શખ્સોએ બેસાડીને ત્રણ શખ્સોએ ભીસમાં લઇ પ્રૌઢે પહેરેલા સોનાના ચેઈનની ચોરી કરી ગાડીમાંથી ઉતારી લઇ નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વગ મુજબ, કાલાવડ તાલુકાના નવાગામના વતની અને હાલ વાવડી રોડ પર રહેતાં ખુશાલભાઈ મધુભાઇ અકબરી (ઉ.વ.51) નામના પ્રૌઢ ગત તા.20 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં જમીન માપણીના કામ માટે જામનગર જવાનું હોય જેથી કાલાવડમાં આઇટીઆઈ પાસે મછલીવડ ગામ તરફ જવાના રોડ પર વાહનની રાહ જોઇ ઉભા હતાં તે દરમિયાન સફેદ કલરની કીયા કંપનીમાં કારમાં આવેલા પાંચ શખ્સો આવ્યા હતાં. જેથી પ્રૌઢ ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગયા હતાં તયારબાદ પાંચ શખ્સોએ પ્રૌઢને પાછળની સીટમાં બેસાડી ત્રણ શખ્સોએ ભીસમાં લઇ ગળામાં પહેરેલો 11,650 ની કિંમતનો બે તોલાનો સોનાના ચેઈનની ચોરી કરી લીધા બાદ પ્રૌઢને કારમાંથી ઉતારી પાંચેય શખ્સો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ બનાવ અંગેની પ્રૌઢ દ્વારા જાણ કરાતા પીઆઈ એન.વી. આંબલિયા તથા સ્ટાફે ગુનો નોંધી પાંચ શખ્સોની શોધખોળ આરંભી હતી.