Tuesday, May 30, 2023
Homeરાજ્યગુજરાતસોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનું શાનદાર સમાપન

સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનું શાનદાર સમાપન

પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રિયન તમિલોને વચ્યુર્અલ સંબોધન કર્યું : મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

- Advertisement -

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની આજે પુર્ણાહુતિ થઇ છે. આજે સોમનાથમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની રૂબરૂ હાજરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે આ ઐતિહાસિક અવસર પૂરો થવા સાથે યાદગાર પણ બન્યો છે. સોમનાથ, દ્વારકા વિસ્તારમાં મુળ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોએ ભવ્ય મહેમાનગતિ માણી છે.કાર્યક્રમમાં રૂબરૂ નહીં આવી ચૂકેલા પ્રધાનમંત્રીએ આજે સોમનાથ મંદિર પાસેના પ્રાંગણમાં ઓનલાઇન સંબોધન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રીયન તમિલોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્રની ધરતી પર સ્નેહ અને પોતાના પણાની લહેર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, તમિલનાડુથી પોતાના પૂર્વજોની ધરતી પર આવેલાં આપ સૌ અહીંથી અઢળક યાદો અને ભવ-અનુભવ સાથે લઇને જશો.

- Advertisement -

મુખ્યમંત્રી સહિતના પ્રધાનો આ અવસરે સોમનાથ હાજર રહ્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે અનેકતામાં એકતા એ જ ભારતની વિશેષતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરતા સોમનાથ સહિત સૌરાષ્ટ્રની ધરતી પર યોજાયેલા બે સપ્તાહના ‘તમિલ સૌરાષ્ટ્ર સંગમ’ સમારોહનો આજે સવારે સોમનાથ ખાતે યોજાનાર સમાપન થયો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઝારખંડના રાજયપાલ રાધાકૃષ્ણ, કેન્દ્રીય મંત્રીઓ પરષોતમ રૂપાલા, મિનાક્ષી લેખી, એલ. મુરગન તેમજ રાજય મંત્રીમંડળના સભ્યો તાંજોરના મહારાજ બાબાજી રાજસાહેબ ભોંસલે, છત્રપતિ સહિત સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે. સોમનાથ મંદિર પર આક્રાંતાઓએ સદીઓ પહેલા કરેલા આક્રમણ વેળાએ સોમનાથ, પ્રભાસપાટણ, વેરાવળ અને આસપાસના સૌરાષ્ટ્રના લોકોએ મોટી સંખ્યામાં દરિયાઇ માર્ગે હિજરત કરીને તામિલનાડુની વાટ પકડી હતી.

આ સૌરાષ્ટ્રીયનોને તામિલનાડુના તત્કાલીન તાંજોર રાજયના રાજવીએ આશરો આપીને પોતાને ત્યાં વસાવ્યા હતા. પેઢીઓથી તામિલનાડુમાં સ્થાયી થયેલા આવા મુળ સૌરાષ્ટ્રવાસીઓના પોતાના વતનભૂમિ પ્રત્યેના અનુબંધને પુન: ઉજાગર કરવા વડાપ્રધાન મોદીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્રમાં તામિલનાડુના સદીઓના અનુબંધ અને ભુતકાળના ઇતિહાસ સાથે વર્તમાન પેઢીને જોડવાનો અભિનવ પ્રયોગ સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ 17 એિ5્રલથી શરૂ થયો હતો જે આજે પૂરો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular