Thursday, September 28, 2023
Homeરાજ્યખંભાળિયાની યુવતીએ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાની યુવતીએ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતી નીપાબેન અશ્વિનભાઈ મકવાણા નામની 22 વર્ષની પરિણીત યુવતીને છેલ્લા કેટલાક સમયથી સ્ત્રીરોગ અંગેની બીમારી હોય અને તેણીની સારવાર પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળીને નીપાબેને શનિવારે ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ અશ્વિનભાઈ ધનાભાઈ મકવાણા (ઉ.વ. 25) એ સલાયા મરીન પોલીસને કરતા આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular