દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના આઠ મહિનાથી ગુમ મૂક-બધિર યુવકને શોધી તેના પરિવાર સાથે મિલાવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન યુવક આથમણા બારા ગામના ચરપડા પોઇન્ટ પાસેથી અજાણી હાલતમાં મળ્યો હતો. તેને સલાયા મરીન પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં યુવકની ઓળખ મળતાં પોલીસે તેના પિતાનો સંપર્ક કર્યો હતો. પુત્રની શોધમાં આઠ મહિનાથી ભટકતા પિતા સલાયા પહોંચ્યા હતા. જરૂરી ખરાઈ કર્યા પછી યુવકને પિતાને સોંપવામાં આવ્યો હતો.
આ કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. આર.એન. હાથલિયા, એએસઆઈ બોધાભાઈ એમ. કેશરીયા અને પોલીસ સ્ટાફે કરી હતી.


