પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકૃતિ અને પરમાત્માના અદભુત સંયોગના દર્શન કરવા દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ બરાબર 12 વાગ્યે પૂર્ણ ચંદ્ર મંદિરના શિખરની બરાબર સીધી રેખામાં આવ્યો હતો. પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્ર અને ખગોળીય સ્થિતિના સમન્વયથી સર્જાતો આ નજારો જાણે ચંદ્ર ભગવાન શિવ પર અમૃતવર્ષા કરી રહ્યા હોય તેવો દિવ્ય ભાસ કરાવતો હતો.
View this post on Instagram
મધ્યરાત્રિએ યોજાયેલી મહાપૂજા અને મહાઆરતી સમયે સમગ્ર પરિસર શંખનાદ, ઘંટારવ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રએ આ તપોભૂમિ પર ભગવાન શિવની આરાધના કરી હોવાથી અહીં કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્રદર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.સોમનાથ ટ્રસ્ટ આયોજિત 5 દિવસીય ધાર્મિક-સાંસ્કૃતિક મહોત્સવમાં આ દિવ્ય સંયોગે ભક્તોમાં અવિસ્મરણીય આસ્થા જગાવી હતી.


