Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદેડકદડ નજીક રોંગસાઈડમાં આવતા બાઇકે બાઈકને ઠોકર મારતા પ્રૌઢનું મોત

દેડકદડ નજીક રોંગસાઈડમાં આવતા બાઇકે બાઈકને ઠોકર મારતા પ્રૌઢનું મોત

ખજુરીથી પડધરી જતાં બાઈકસવાર બંને પ્રૌઢ ઘવાયા : એકનું મૃત્યુ : પોલસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

રાજકોટના પડધરીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતાં પ્રૌઢ તેના મિત્ર સાથે બાઈક પર જતાં હતાં તે દરમિયાન દેડકદડ નજીક આવેલી હોટલ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવતા બાઈકસવારે બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં યુવાનનું ગંભીર ઈજા પહોંચતા પડધરીની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતાં અને કડિયાકામ કરતાં જયંતીલાલ દામજીભાઈ રોજાલા (ઉ.વ.55) નામના પ્રૌઢ તેના મિત્ર બ્રિજેશભાઈ નગીમભાઈ ફીચડીયા નામના પ્રૌઢ સાથે તેના જીજે-03-એમએન-0853 નંબરના બાઈક પર ખજુરી ગામથી પડધરી તરફ શનિવારે સાંજના સમયે જતાં હતાં ત્યારે રોંગસાઈડમાં પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-10-સીએસ-3939 નંબરના ચાલકે સામેથી આવતા બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બ્રિજેશભાઈ નગીમભાઇ ફીચડિયા નામના પ્રૌઢને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા અને જયંતીલાલને આંખ પાસે અને કપાળમાં ઈજા પહોંચતા બંનેને સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બ્રિજેશભાઇ ફીચડિયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઇ પી.જી.પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ જયંતીલાલના નિવેદનના આધારે જામનગર પાસીંગના બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular