Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના વારસાના દર્શન કરાવશે ‘ગરવી ગુજરાત’ ટુરિસ્ટ ટ્રેન

ગુજરાતના વારસાના દર્શન કરાવશે ‘ગરવી ગુજરાત’ ટુરિસ્ટ ટ્રેન

- Advertisement -

ગુજરાતના સાંસ્કૃત્તિક અને ઐતિહાસિક વારસાના દર્શન કરાવતી ગરવી ગુજરાત ભારત ગૌરવ ડિલકસ એસી ટુરિસ્ટ ટ્રેનને દિલ્હીથી રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા, મંત્રી દર્શના ઝરદોશ, દેવુસિંહ ચૌહાણ વગેરેએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -

ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને ભારત અને વિશ્વના લોકો સમક્ષ પ્રદર્શિત કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવા માટે 23 નવેમ્બર 2021ના રોજ ભારત ગૌરવ નીતિ શરૂ કરવામાં આવી હતી. પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકોની મુખ્ય શક્તિનો ઉપયોગ પ્રવાસી સર્કિટ વિકસાવવા/ઓળખવા અને ભારતની વિશાળ પ્રવાસન સંભાવનાનો ઉપયોગ કરવા થીમ આધારિત ટ્રેનો ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 16 ભારત ગૌરવ સર્કિટની સ્થાપના કરવામાં આવી છે અને આ ગરવી ગુજરાત યાત્રા એ વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની તર્જ પરની 17મી સર્કિટ છે. આ આધારે, વધુ 10 સર્કિટ બંધ થવામાં છે.

IRCTC દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસી ટ્રેનમાં 156 પ્રવાસીઓ બેસી શકે છે. તેનું 8 દિવસના પ્રવાસ પર દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થયું હતું. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગા, ફુલ્લેરા અને અજમેર રેલવે સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

- Advertisement -

આ ટ્રેન ટૂર પેકેજ સરકારની મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર રચાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રેન ટુર પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. આખી ટ્રેન 8 દિવસની મુસાફરી દરમિયાન લગભગ 3500 kmનું અંતર કાપશે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, અડાલજની વાવ, અમદાવાદ ખાતે અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણ ખાતે આવેલી રાણી કી વાવની મુલાકાત મુખ્ય છે. વારસાના ખજાનાનો પ્રવાસ કાર્યક્રમમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસના પ્રવાસમાં આવરી લેવામાં આવેલા ધાર્મિક સ્થળો છે. હોટેલોમાં બે રાત્રિ રોકાણ હશે, અનુક્રમે કેવડિયા અને અમદાવાદમાં એક-એક, જ્યારે સોમનાથ અને દ્વારકાના સ્થળોની મુલાકાત ગંતવ્ય સ્થળે દિવસના હોલ્ટમાં આવરી લેવામાં આવશે.

- Advertisement -

સ્ટેટ ઑફ આર્ટ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન્સ, ફૂટ મસાજર સહિતની આરામદાયક સુવિધાઓ છે. સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન બે પ્રકારના આવાસ પ્રદાન કરે છે જેમકે, 1તિં અઈ અને 2ક્ષમ અઈ ટ્રેનમાં દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની સુરક્ષા વિશેષતાઓ વધારવામાં આવી છે અને સમગ્ર ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular