જામનગર તાલુકાના સીક્કા નજીક આવેલી લેબર કોલોની પાસેના રોડ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે આગળ જતાં બાઈકને પાછળ થી ઠોકર મારી હડફેટે લેતા પાછળ બેસેલા યુવાનનું શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા હુશેન રસીદભાઈ ભટ્ટી તથા મોસીનભાઇ નામના બંનેે યુવાન તેના જીજે-10-સીઆર-4598 નંબરના બાઈક પર ગુરૂવારે સાંજના સમયે આવતા હતાં તે દરમિયાન મોટી ખાવડી રોડ પર લેબર કોલોની 4 ની સામેના માર્ગ પર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા જીજે-10-ડીએમ-8025 નંબરના બાઈકસવારે આગળ જતાં બાઇકને પાછળથી જોરદાર ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પાછળ બેસેલા હુશેનભાઇ રસીદભાઈ ભટ્ટી (ઉ.વ.26) (રહે. ભટ્ટીવાસ – સીક્કા) નામના યુવાનને તથા મોસીનભાઈ નામના બંનેને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હુશેનભાઈ ભટ્ટીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતરાઇ સમીરભાઈ મોટા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકસવાર વિરૂધ્ધ ગુ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.