Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયCRPF જવાનો માટે નવા સોશિયલ મીડિયા નિયમ

CRPF જવાનો માટે નવા સોશિયલ મીડિયા નિયમ

કોઈ કર્મચારી વિવાદાસ્પદ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી નહીં કરી શકે

- Advertisement -

દેશના સૌથી મોટા અર્ધસૈનિક દળ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એ પોતાના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા દિશાનિર્દેશનો એક નવો સેટ જાહેર કર્યો છે. તેમાં કર્મચારીઓને વિવાદાસ્પદ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી નહીં કરવા માટે કહેવાયું છે. દિલ્હીમાં સીઆરપીએફ હેડક્વાર્ટરે ગત અઠવાડીયે બે પાનાના નિર્દેશ જાહેર કર્યા હતા. તેમાં કહેવાયું હતું કે, અર્ધસૈનિક દળના કર્મીઓ પોતાની વ્યક્તિગત ફરિયાદોને દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. આવું કરવું સીસીએસ આચરણ નિયમ 1964નું ઉલ્લંઘન છે અને અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે.

- Advertisement -

આ સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, સાઈબર બુલિંગ અને ઉત્પીડન વિરુદ્ધ કર્મચારીઓને જાગૃત કરવા માટે અને તેમને સંવેદનશીલ બનાવવા માટે નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. દિશા નિર્દેશમાં શું નહીં કરવું તેના વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, કોઈ પણ કર્મી કોઈ સંવેદનશીલ મંત્રાલય અથવા સંગઠનમાં કામ કરવા દરમિયાન પોતાની સટીક પોસ્ટીંગ અને કામની પ્રકૃતિનો ખુલાસો નહીં કરે.

સીઆરપીએફ સર્કુલરમાં કહેવાયું છે કે, પોતાના ઈન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગ પર એવું કંઈ પણ ન કરો, જે સરકાર અથવા આપની ખુદની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે. સરકારી નીતિઓ પર પ્રતિકૂળ ટિપ્પણી ન કરો અને કોઈ પણ સાર્વજનિક મંચ પર રાજકીય નિવેદનો આપો. એવું કોઈ પણ વિવાદાસ્પદ, સંવેદનશીલ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી ન કરે, જે આપને પરેશાન કરી શકે છે. દિશાનિર્દેશોમાં કહેવાયું છે કે, કર્મચારીઓને ક્રોધ, દ્વેષ અતવા દારુના પ્રભાવમાં ઓનલાઈન કંઈ પણ લખવું અથવા પોસ્ટ કરવું નહીં. આ લખાણ રૌફ જમાવવા અથવા ભેદભાવ કરનારૂં પણ ન હોવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular