જામનગર એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી એક શખ્સને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઇ રૂા.1730 ની રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.11,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કપાત કરાવનાર અન્ય છ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની એમ 54 રૂમ નં.6907 માં ઓસ્ટે્રલિયામાં બીગબેસ 20-20 બ્રીસબે્રન સિડની વચ્ચેની 20-20 મેચ ઉપર મોબાઇલ ફોનમાંથી એપ્લીકેશન ડાઉનલોડ કરી પૈસાની હારજીતનો જૂગાર રમાતો હોવાની એલસીબીના કિશોરભાઈ પરમાર તથા વનરાજભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન દિનેશ નારણ તખ્તાણી નામના શખ્સને રૂા.1730 ની રોકડ રકમ તથા રૂા.10000ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.11,730 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
રેઈડ દરમિયાન કપાત કરાવનાર ગ્રાહક શિતલ સિંધી, વીન્કો, ભુરો, જીતુ ઉર્ફે જલારામ, ગોકલ ઉર્ફે ગોકાણી તથા મુકેશ નામના છ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.