ઈડર (સાબરકાંઠા) પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લાં 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલ(મોડપર) પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, ઈડર (સાબરકાંઠા) પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસનો આરોપી રતન દીતિયા મછાર નામનો શખ્સ છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર તથા કાસમભાઈ બ્લોચને આરોપી ધ્રોલ (મોડપર) પાટીયા પાસે હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ધ્રોલ (મોડપર) પાટીયા પાસેથી આરોપી રતન દીતિયા મછારને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જામનગર સિટી એ પોલીસને સોંપી ઈડર પોલીસને જાણ કરી હતી.