ગુજરાત વિધાનસભની ચુટણીના પડધમ વાગી ગયા છે ભારતીય જનતા પાર્ટી દવારા સેન્સ પણ લેવાઈ ગયા છે ત્યારે 80 લાલપુર જામ-જોધપુર વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે કોરી પાટીના શિક્ષણ અને સામજીક સેવાક્ષેત્ર મુઠી ઉચેરુ નામ ધરાવતા શહેરની સામાજીક સહકારી અને ધાર્મિક ક્ષેત્ર જોડાયેલ આગેવાન અને દશ થી વધુ વિવિધ સંસ્થા સાથે જોડાયેલ અને તેમના બિઝનેશમાં પણ અદકેરૂ સ્થાન ધરાવતા અને જેમના પિતા પણ શહેરની પાંજરાપોળ સહિત અનેક સંસ્થા સાથે જોડાયેલ છે અને ધારાસભ પણ રહી ચુક્યા છે તેમના પુત્ર ચીમનભાઈ વાછાણી (સી.એમ.) હાલ ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામમોખરે હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે ચીમનભાઈ વાછાણી (સી.એમ. ) શહેર તાલુકાની દરેક જ્ઞાતિમાં લોકપ્રિયતા ધરાવે છે.અને અનેક સંસ્થાઓમાં તેમનું અનુદાન રહેલ છે અને નાના મોટા ભાજપના સૌ કાર્યકર્તાને ઉપયોગી રહ્યા છે અને સામાન્ય માણસોને હમેશા મદદરૂપ રહ્યા છે છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે ભાજપના સૈનિક બનીને નાનીમોટી ચુટણી જીતાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે માકેટિંગ પાર્ડના પ્રમુખપદે પણ રહી ચુક્યા છે હાલ સભ્ય તરીકે પણ સેવા આપે છે છેલ્લા 20 વર્ષથી ભાજપનાકારોબારી સભ્ય છે અને હાલ ભાજપના સહકારી સેલના ક્ધવીનર રહેલ છે તેમજ ચીમનભાઈ વાછાણી (સી.એમ)આ વિસ્તારનું એક અલગ બીન વિવાદસ્પદ વ્યક્તિત્વ છે અને મોટા માણસ હોવા છતાં નાના મોટા માણસો સાથે સહજમાં ભળી જાય છે અને નાના મોટા સૌ વ્યક્તિ તેમને સી.એમ. જેવા હુલામણા નામથી સંબોધે છે ત્યારે હાલ ભાજપમાં જીતની બાજી મારી શકે તેવા આ લોકપ્રિય ઉમેદવારથી જામ -જોધપુર લાલપુર પંથકમાં ભાજપ કાર્યકર્તામાં અનેરો માહોલ સર્જાયો છે.