Homeરાજ્યહાલારરવિવારીના અવવારૂ કૂવામાં પડી જતાં શ્રમિકનું ડૂબી જવાથી મોત

રવિવારીના અવવારૂ કૂવામાં પડી જતાં શ્રમિકનું ડૂબી જવાથી મોત

બુધવારે સવારે કોઇ કારણસર કૂવામાં પડી ગયો : પોલીસ દ્વારા કાર્યવાહી : મેઘપર પાસે હૃદયરોગના હુમલાથી ટ્રકચાલકનું મોત

લાલપુર તાલુકાના જોગવડ રાણીશીપ વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં પડી જતાં શ્રમિક યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના ઝાખર નજીક ખાનગી કંપનીના ગેઇટ પાસે હૃદયરોગનો હુમલો આવતાં પ્રૌઢનું મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરના ખમરિયા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલી ત્રિવેદી સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો ચંદ્રપ્રકાશ બુદ્ધિસાગર પન્ડોહી (ઉ.વ.36) નામનો યુવાન બુધવારે સાંજના સમયે જોગવડના રાણીશીપ વિસ્તારમાં આવેલી રવિવારી માર્કેટમાં ગયો હતો. ત્યારે અવાવરૂ કૂવામાં કોઇ કારણસર પડી જતાં ડૂબી જવાથી મોત નિપજયું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા બુદ્ધિસાગર દ્વારા જાણ કરાતા હે.કો. એસ. ડી. જાડેજા તથા સ્ટાફે સ્થળ ઉપર પહોંચી જઇ કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કઢાવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામના ઉદુભા દિલુભા ગોહિલ (ઉ.વ.52) નામના ડ્રાઈવિંગ કરતાં પ્રૌઢને બુધવારે સવારના સમય મેઘપર નજીક આવેલા ખાનગી કંપનીના ગેઇટ પાસે હોટલના પાર્કિંગમાં અચાનક હૃદયરોગનો તિવ્ર હુમલો આવતાં સારવાર માટે વાડીનારની અને ત્યારબાદ વધુ સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા. જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની રાજદીપભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એસ. ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular