Homeવિડિઓઅજાણ્યા વાહને ઠોકરે ચઢાવતાં બે યુવાન મિત્રોના મોતથી અરેરાટી - VIDEO

અજાણ્યા વાહને ઠોકરે ચઢાવતાં બે યુવાન મિત્રોના મોતથી અરેરાટી – VIDEO

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રહેતાં બે મિત્રો ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી માળિયાથી સલાયા પરત આવી રહ્યાં હતા ત્યારે આમરણ નજીક અજાણ્યા વાહને ઠોકરે ચઢાવતાં બાઇક સવાર બન્ને મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રહેતાં શબ્બીર ભોકલ અને મક્કદુમ ગજિયા નામના બે યુવાન મિત્રો માળિયા તરફ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમની બાઇક પર માળિયાથી સલાયા તરફ આવી રહ્યાં હતા ત્યારે આમરણ નજીક પહોંચ્યા તે સમયે પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહન સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર શબ્બીર ભોકલ અને મક્કદુમ ગજિયા નામના બે આશાસ્પદ યુવાન મિત્રોને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા બન્નેના બનાવ સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બન્ને મૃતક યુવાનોના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્યારબાદ મૃતકના પરિવારજનો બનાવ સ્થળે પહોંચી ગયા હતા. ત્યાંથી બન્ને મૃતક યુવાનોના મૃતદેહ સલાયા લઇ આવ્યા હતા. જ્યાં બન્ને મૃતકોની દફનવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ફેટલ અકસ્માત બાદ નાશી ગયેલા અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા હતાં. સલાયામાં એકસાથે બે યુવાન મિત્રોના અકસ્માતમાં મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular