જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દાગીનાની ચોરીના બનાવમાં એલસીબીએ બે તસ્કરોનો દબોચી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતા ભાવેશ રાઠોડ નામના યુવાનના મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો રૂા.82 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગેની એલસીબીના દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ અને ફિરોજ ખફીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ બી.એન.ચૌધરી તથા એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી અંબર ટોકીઝ પાસેથી વિપુલ રમેશ પરમાર, દિનેશ ઝપટસીંગ પરીહાર નામના બે તસ્કરોને ઝડપી લીધા હતાં.
એલસીબીની ટીમે વિપુલ અને દિનેશ પાસેથી 63 હજારની કિંમતનો સોનાનો ચેઈન, 10 હજારની કિંમતની સોનાની કડીની જોડી, 2000 ની કિંમતની સોનાની બુટીની જોડી મળી 75 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.