Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ ત્રણ ડિફોલ્ટર સભાસદોને જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ ત્રણ ડિફોલ્ટર સભાસદોને જેલ

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદો રાજેશભાઈ પરષોતમભાઈ પટોડીયા, દામજીભાઈ રવજીભાઈ કણજારીયા તેમજ ભાવિકભાઈ કિશોરભાઈ ચંદ્રેશાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.

- Advertisement -

સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયા હતાં. એ.ડી રાવની કોર્ટમાં કેસો આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવ્યા હતા. રાજેશભાઈ પરષોતમભાઈ પટોડીયાને રૂા.29600નો દંડ તેમજ ત્રણ માસની જેલની સજા, દામજીભાઈ રવજીભાઈ કણજારિયાને રૂા. 4,60,700નો દંડ અને ત્રણ માસની જેલની સજા અને ભાવિકભાઈ કિશોરભાઈ ચંદ્રેશાને રૂા. 6800નો દંડ અને 6 માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી. કાલસરીયા, મિતેષભાઈ એલ. પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા તથા હરજીવનભાઈ એમ. ધામેલીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular