જામનગરમાં ખેતીવાડી બેંકના પૂર્વ મેનજર મહેન્દ્રસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. રાજકોટ તથા દિપક જુગત રામભટ્ટ રહે. ધ્રોલવાળા બંનેએ ખેતીવાડી બેંકમાં જે તે સમયે નોકરી કરતાં હતાં અને તે દરમિયાન એકબીજાનું મિલાપીપણુ કરી ખેતીવાડી બેંકના રેકર્ડમાં છેકછાક કરી વાઇટનરથી સુધારા-વધારા કરી બેંકના સિરિયલ નંબર વગરના ધીરણા-તારણ મુક્તિના પ્રમાણપત્રો ખેડૂતોની લેવાની રકમો મુદ્ત પાકી હોવા છતાં ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખોટાનો ડયૂ સર્ટી. ખોટી પહોંચો બનાવી ખરા તરીકેનો ખેડૂતોને આપી બેંકના નાણાનો પોતાના અંગત ઉપયોગમાં લઇ બંને આરોપીઓએ મોટાપાયે કરોડોની ઉચાપત્ત કરી હતી. તેમજ બેંકના 2,04,21,997 રૂપિયાની બેંક સાથે ઉચાપત્ત કરી હતી. જેથી બેંકે બંને આરોપીઓ ઉપર જામ. સીટી-એ,માં બેંક ઇપીકોડ કલમ 406, 408, 409, 467, 468, 471, 114 મુજબ એફઆઇઆર કરી હતી. જેમાંથી એક આરોપીએ તેમના વકીલ મારફત જામનગરની સેસન્સ જજ કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરતાં જામનગરના ડીજીપી જમન ભંડેરી તથા મુળ ફરિયાદી ખેતી બેંકના વકીલ તરીકે ધરતી એસ. ત્રિવેદીની દલીલ માન્ય રાખી આરોપી સહેન્દ્રસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાની જામીન અરજી મેઇન કોર્ટના જજએ વી.જી. ત્રિવેદીએ નામંજૂર કરી છે.