Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા દંડ

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા દંડ

- Advertisement -

જામનગરના પરેશ નાનાલાલભાઇ સોઢાએ પોતાના મિત્ર ગોપાલભાઇ વલ્લભભાઇ વાઘેલા પાસેથી નાણાકીય જરુરીયાત અર્થે વિજના વ્યાજે રૂા. 50,000 હાથ ઉછીના લીધા હતાં અને તે પેટે પોતાની ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ. જામનગર શાખાનો રૂા. 50,000નો ચેક આપ્યો હતો. ફરિયાદીએ પોતાની બેંકમાં ચેક જમા કરાવતા તે ફંડ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત કર્યો હતો. ત્યારબાદ ચેક મુજબની રકમ દિવસ-15માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવી હતી. જે નોટીસનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ચેક મુજબની રકમની માગણી કરવા છતાં ચૂકવેલ નહીં, જેથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ જામનગરના બીજા એડી. સિનિ. સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં તમામ દલીલો ધ્યાને રાખી આરોપીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ગુના સબબ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 75,000નો વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય જેથી આરોપી વિરુધ્ધ ડીએસપી મારફત વોરંટ પણ ઇસ્યૂ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નિતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, વિપુલ સી. ગંઢા તથા આસિ. જુનિ. આશિષ પી. ફટાણીયા તથા ધ્વનિશ એમ. જોષી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular