Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ હોદેદારોના આક્ષેપો સાબિત કરવા...

દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ હોદેદારોના આક્ષેપો સાબિત કરવા વર્તમાન હોદેદારોને ચેલેન્જ

હિસાબોનું સ્પેશ્યલ ઓડિટ કરાવવા માગણી

- Advertisement -

જામનગરના દરેડ જીઆઇડીસીના વર્તમાન હોદ્ેદારો દ્વારા ઉદ્યોગકારો ઉપર રૂા. 1.5 કરોડનું ખોટુ ભારણ ઉભું કરી એજન્સીને લાભ કરાવ્યો હોવાનો પૂર્વ હોદ્ેદારોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે પૂર્વ હોદેદારો દ્વારા હાલના પ્રમુખને પત્ર લખી પૂર્વહોદ્ેદારોએ કરેલા આક્ષેપો ખોટા હોય તો પુરાવા સાથે સાબિત કરવા માગણી કરવામાં આવી છે અને સ્પેશ્યલ ઓડિટ કરાવવા પણ માગણી કરી છે.

- Advertisement -

જામનગર દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ પ્રમુખ દિનેશ ચાંગાણી અને પૂર્વમંત્રી દિલીપ ચંદરીયા સહિતના હોદેદારોએ તાજેતરમાં પત્રકાર પરિષદ યોજી જીઆઇડીસી એસોસિએશનના વર્તમાન હોદેદારો દ્વારા મનસ્વી વહીવટ તથા ગેરરીતિના આક્ષેપો કર્યા હતાં. આ અંગે પૂર્વ હોદ્ેદારો દ્વારા ફરીથી હાલના હોદેદારો ને પત્ર લખી આક્ષેપો ખોટા હોય તો પુરાવા સાથે સાબિત કરવા માગણી કરવામાં આવી છે. તેમજ તેમના મુદાઓને સાબિત કરવા સ્પેશ્યલ ઓડિટની માગણી ગ્રાહ્ય રાખી સત્વરે ઓડિટરની નિમણૂંક કરવા પણ માગણી કરવામાં આવી છે. તેમજ સ્પેશ્યલ ઓડિટમાં પારદર્શક વહીવટ સાબિત થાય તો જાહેરમાં માફી માગવા પણ પૂર્વ હોદેદારો દ્વારા આ પત્ર દ્વારા જણાવાયું છે.

આમ, દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ હોદેદારો દ્વારા હાલના હોદેદારો ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવતાં ઉદ્યોગકારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular