જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં પાકિસ્તાનમાં રમાતી 20-20 મેચમાં રનફેરના જૂગાર રમાડી ડબ્બો ચલાવતા શખ્સને પોલીસે રૂા.21800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં બર્ધનચોક વિસ્તારમાં આવેલ ધોરમફળીમાં જાહેરમાં ગૌરવ મહેન્દ્ર પાટલિયા નામનો વેપારી શખ્સ તેના મોબાઇલમાં પાકિસ્તાનમાં રમાતી સુપરલીગ 2022 માં લાહોર કોલેન્ડર્સ અને ઈસ્લામાબાદ યુનાઈટેડ વિરૂધ્ધ રમાતી 20-20 મેચના સ્કોર ઉપર રનફેરનો જૂગાર રમાડતો હતો. તે દરમિયાન પોલીસે રેઈડમાં ગૌરવ પાટલિયાને ઝડપી લઇ તેની પાસેથી રૂા.1800 ની રોકડ રકમ અને રૂા.20 હજારનો મોબાઇલ મળી કુલ રૂા.21,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.