જામનગરના દરેડમાં મસીતીયા રોડ પર રહેતો પરપ્રાંતીય યુવક નિયમિત રીતે મજુરી કામે જતો ન હોવાથી માતાએ ઠપકો આપતા તે વાતનું ખોટું લાગી આવતા ગઈકાલના રોજ રાત્રીના સમયે યુવકે પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દરેડ મસીતીયા રોડ પર રહેતા દેવપ્રકાશ અંબાપ્રસાદ ગંગવાર (ઉ.વ.25) નામનો યુવક દરેડમાં મજુરી કામ કરતો હોય પરંતુ નિયમિત મજુરી કામે ન જતા તેના માતા પ્રેમવતીએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવકને મનમાં લાગી આવતા ગઈકાલના રોજ પોતાની ઓરડીમાં લોખંડના પાઈપમાં સાળી બાંધી ગળાફાંસો ખાઈ લઇ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે પ્રેમવતીએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી.