Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆર્થિક રાજધાની મુંબઇમાં મીની લોકડાઉન...?

આર્થિક રાજધાની મુંબઇમાં મીની લોકડાઉન…?

- Advertisement -

 

- Advertisement -

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ઓમીક્રોનના વધી રહેલા સંક્રમણને પગલે તંત્રને નિયંત્રણો સખ્ત બનાવવાની ફરજ પડી છે. શહેરના બાગ-બગીચા અને અન્ય જાહેર સ્થળોએ સાંજે પાંચ વાગ્યાથી જ અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને કારણે આ મહાનગરમાં ફરી એક વખત મીની લોકડાઉન જેવી સ્થિતિ નિર્માણ પામી છે. મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઇ મહાપાલિકાનું તંત્ર કોરોના સંક્રમણ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. બીજી લહેર જેવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે આગોતરા પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેમજ સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, દરિયા કિનારાના વિસ્તારો, બગીચાઓ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.આ નિયમ દરરોજ લાગુ થશે.
આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે.

- Advertisement -

મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ખાતરી કરશે કે તેનું ઉલ્લંઘન ન થાય. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ એકઠા થઈ શકશે. આનાથી વધુ લોકોના આવવા પર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય અન્ય તમામ પ્રતિબંધો યથાવત રહેશે. તેમજ આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. તે 15 જાન્યુઆરીની મધરાત 12 સુધી અમલમાં રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular