Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાશીની ગલીઓમાં મોદીની લટાર...

કાશીની ગલીઓમાં મોદીની લટાર…

પ્રધાનમંત્રી મધરાત બાદ કાશીના માર્ગો પર ટહેલવા નિકળ્યાં : રેલવે સ્ટેશન, ગોદૌલિયા, ગુલાબી સ્ટ્રીટ વગેરે વિસ્તારોમાં પગપાળા કર્યા : સ્થાનિકો સાથે વાતચીત પણ કરી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા હતા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ ગોદૌલિયા ચાર રસ્તા પહોંચી ગયા. થોડીવાર સુધી પગપાળા ટહેલ્યા બાદ તેઓ વિશ્ર્વનાથ મંદિર પહોંચ્યા. ત્યાં થોડીવાર રોકાયા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન જોવા માટે પણ પહોંચ્યા. પીએમ મોદીએ રાતે આઠ વાગ્યાથી રાત 12 વાગ્યા સુધી ક્રૂઝ પર ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગોદૌલિયા માટે રવાના થયા. ગોદૌલિયા બનારસની એ જગ્યા છે જયાંની સૂરત સૌથી પહેલા બદલાઈ છે. ગોદૌલિયાથી દશાશ્વમેઘ સુધીના રસ્તાઓને ગુલાબી પથ્થરોથી ખુબ જ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુની ઈમારતોને પણ ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ગુલાબી સ્ટ્રીટ તો કેટલાક લંડન સ્ટ્રીટ પણ કહેવા લાગ્યા છે.

- Advertisement -

આ ગુલાબી સ્ટ્રીટની ખુબસુરતી જોવા માટે પીએમ મોદી રાતે સાડા બાર વાગે ગોદૌલિયા ચાર રસ્તે પહોંચ્યા. ત્યાથી પગપાળા જ તેઓ દશાશ્વમેદ્ય દ્યાટ તરફ્જવા નીકળ્યા.આ દરમિયાન તેમણે કેટલાક લોકો પાસે જઈને તેમની મુલાકાત કરી અને વાતચીત પણ કરી.

વિશ્ર્વનાની ગલી સુધી જઈને પાછા આવ્યા અને ગાડીમાં બેસીને વાંસ ફટકથી કાશી વિશ્ર્વનાથ માટે રવાના થયા. રાતે 12.40 વાગે પીએમ મોદીનો કાફ્લો કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો. 15થી 20 મિનિટ સુધી ત્યાંની લાઈટિંગ નીહાળ્યા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન તરફ્ રવાના થઈ ગયા. પીએમ મોદીના કારણે જ બનારસ રેલવે સ્ટેશનોનો પણ લૂક સંપૂર્ણ બદલાઈ ગયો છે. રાતે 1.13 વાગે પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં નિરીક્ષણ કર્યું. સીએમ યોગીની સાથે સ્ટેશનના પ્લેટફેર્મ પર થોડીવાર ટહેલતા સાફ્ સફઈ અને અન્ય ચીજો નીહાળી. અહીંના સ્ટોલ પણ જોયા. ત્યાં હાજર દુકાનદારોનું અભિવાદન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ સોમવારે સાંજે ક્રૂઝથી ગંગા આરતી જોઈ. આ દરમિયાન તેમની સાથે ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને ઉંપ મુખ્યમંત્રી ઉંપરાંત ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આરતી બાદ તેમને પાછા બીએલડબલ્યુ અતિથિ ગૃહ જવાનું હતું પરંતુ મોડી રાત સુધી પીએમ મોદી ક્રૂઝ પર જ સવાર રહ્યા અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલતી રહી. આ દરમિયાન અસ્સીની બરાબર સામે ઊંભેલા ક્રૂઝ પર જ ડિનર પણ થયું. રાતે બરાબર 12 વાગે બેઠક પૂરી થઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular