Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અન્ડરબ્રીજ- ઓવરબ્રીજ ના નિર્માણ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 100.98 કરોડની દરખાસ્તને...

જામનગરમાં અન્ડરબ્રીજ- ઓવરબ્રીજ ના નિર્માણ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 100.98 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

- Advertisement -


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે

- Advertisement -

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે

- Advertisement -

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ર9 પ્રોજેકટ માટે રૂ. 830 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 1પ6 કરોડ રૂપિયાની જોગવાઇ ર0ર1-રરના વર્ષ માટે કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular