સમાજ સેવક મહાવીર દળ સંચાલિત જામનગર અને સ્મૃતિ વિશેષ ગોકળદાસ હિરજી ઠક્કર રચિત આદર્શ સ્મશાન ખાતેની વિદ્યુત ફરનેશને ગેસ આધારીત ફરનેશમાં તબદીલ કરવાનું કાર્ય તા. 2-8-21થી શરુ થનાર હોય, આ ફરનેશ આગામી 30 દિવસ માટે બંધ રહેશે. જેની જામનગરની જનતાએ નોંધ લેવી. એક ગેસ ફરનેશ તથા લાકડા આધારીત અંતિમ સંસ્કાર રાબેતા મુજબ ચાલુ રહેશે. તો અતિમવિધિ સમયે સ્મશાન ઓફિસના ફોન નં. 2550255/2510251 ઉપર સમય મેળવી અંતિમવિધિ માટે આવી કોરોના મહામારીના નિયમોનું પાલન કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવેલ છે.