જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે રિબેટ યોજના એટલે કે, વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત તા. 17-5-21થી તા. 29-7-21 સુધીમાં 63,224 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકતવેરા પેટે રૂા. 23.77 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 4.24 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 1.89 કરોડનું રિબેટ આપવામાં આવેલ છે આ રિબેટ યોજના અન્વયે મિલકતવેરામાં 42,473 લાભાર્થીઓએ રૂા. 1.55 કરોડ તથા વોટરચાર્જમાં 20,751 લાભાર્થીઓએ રૂા. 33.75 લાખનું રિબેટ મેળવેલ છે.
ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1-4-21 થી તા. 29-7-21 સુધીમાં મિલકતવેરાની કુલ રૂા. 25.70 કરોડ તથા વોટરચાર્જમાં કુલ રૂા. 4.66 કરોડની વસુલાત થવા પામેલ છે. તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-06 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોરટચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-06થી કારપેટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.
જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ
29 જુલાઇ સુધીમાં 63224 આસામીઓએ યોજનાનો લાભ લીધો : મિલકતવેરા પેટે 23.77 કરોડ તથા વોટર ચાર્જ પેટે 4.24 કરોડની આવક અને 1.89 કરોડનું રિબેટ અપાયું