Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાંથી વર્લીનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

જામજોધપુરમાંથી વર્લીનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

રૂા.12,600 ના મુદ્દામાલ કબ્જે : એક શખ્સનુું નામ ખુલતા પોલીસ દ્વારા શોધખોળ : જામનગરના ગ્રેઇન માર્કેટમાંથી રૂા.6,990ની રોકડ રકમ સાથે બેે ઝડપાયા : ત્રણ શખ્સો નાશી ગયા

- Advertisement -

જામજોધપુરમાંથી વર્લીમટકાના આંકડા લખતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને રૂા.6,990 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામજોધપુર ગામમાં બાલમંદિર રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન જયેશ મગન ખાંટ, પ્રવિણગીરી પ્રભુગીરી ગોસ્વામી, હાર્દિક રજનીકાંત પવૈયા નામના ત્રણ શખસોને રૂા.1600 ની રોકડ રકમ અને રૂા.11000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત રૂા.12600 ના મુદ્દામાલ કબ્જે કરી ઝડપી લીધા હતાં. પૂછપરછ દરમિયાન શૈલેષ મગન ખાંટનું નામ ખૂલતા પોલીસે તેની શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા વિનોદસિંહ જાલમસિંહ જાડેજા, આરીફ ઉર્ફે ફારુક કાદર ધુંધા નામના બે શખ્સોને રૂા.990 રોકડા અને 6000 નો મોબાઇલ મળી કુલ રૂા.6990 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પૂછપરછ દરમિયાન પોરબંદરનો ફૈઝલ અને લાલપુરના અશોક રમણિક ભારથી તથા રાયેબ હાલેપૌત્રા નામના ત્રણ શખ્સોના નામો ખુલતા પોલીસે તેમની શોધખોળ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular