Friday, December 27, 2024
Homeરાજ્યકલ્યાણપુરના ભાટીયા ગામની સગીરાનું અપહરણ

કલ્યાણપુરના ભાટીયા ગામની સગીરાનું અપહરણ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક પરિવારની સતર વર્ષ દસ માસની સગીર પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ ગત તા. 21 મીના રોજ લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે.

આ સગીરાને વાલીપણામાંથી અપહરણ કરી જનાર એક ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા ઈસમનું નામ શકદાર તરીકે પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકા સર્કલના સી.પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular