Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદુકાનો હવે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, રાત્રી કર્ફ્યું યથાવત

દુકાનો હવે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, રાત્રી કર્ફ્યું યથાવત

- Advertisement -

કોરોના વાયરસની મહામારીના લીધે રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું અને અડધા દિવસ માટે જ ધંધા રોજગાર ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રોજ મળેલ કોર કમિટીની બેઠકમાં દુકાનો સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાત્રી કર્ફ્યું યથાવત રહેશે એટલે કે રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યું રહેશે. આ નિયમો 4 થી 11 જુન સુધી અમલી રહેશે. હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના ધીરે-ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધીરે-ધીરે આંશિક રાહત આપવામાં આવી રહી છે. એવામાં તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારે 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જો કે, અગાઉ રાજ્ય સરકારે સવારના 9થી બપોરના 3 સુધી ખુલ્લી દુકાનો રાખી શકાશે એવો નિર્ણય લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular