Homeરાજ્યજામનગરજામનગરમાં શિયાળાની શરૂઆત સાથે તિબેટીયન વેપારીઓનું આગમન,ગરમ વસ્ત્રોનું માર્કેટ શરૂ - VIDEO

જામનગરમાં શિયાળાની શરૂઆત સાથે તિબેટીયન વેપારીઓનું આગમન,ગરમ વસ્ત્રોનું માર્કેટ શરૂ – VIDEO

છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની સિઝનમાં જામનગર આવતા વેપારીઓએ આ વર્ષે પણ વિવિધ ડિઝાઇનનાં ગરમ અને ફેશનેબલ કપડાંની વેરાયટી સાથે માંડ્યો વેપાર

જામનગર શહેરમાં શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ દર વર્ષની પરંપરા મુજબ તિબેટીયન વેપારીઓનું આગમન થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની સિઝન દરમિયાન ગરમ વસ્ત્રોના વેચાણ માટે જામનગર આવતા તિબેટીયન વેપારીઓ દ્વારા આ વર્ષે પણ શહેરના ટાઉનહોલ નજીક વિભાજી સ્કૂલ સામે ગરમ વસ્ત્રોનું માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

શિયાળાની ઠંડીથી બચવા માટે ઉપયોગી વિવિધ પ્રકારનાં ગરમ કપડાંની નવી વેરાયટી સાથે આ માર્કેટમાં વેપારીઓએ દુકાનો શરૂ કરી છે. જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો માટે અલગ અલગ ડિઝાઇન અને પસંદગી મુજબનાં વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. માર્કેટમાં ટોપી, સ્વેટર, મફલર, જેકેટ, કોટી, શાલ, કાનપટ્ટી સહિત શિયાળામાં ઉપયોગી અનેક પ્રકારનાં ગરમ વસ્ત્રો જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ માટે લોંગ બ્લેઝર, શોર્ટ બ્લેઝર અને વિવિધ ફેશનેબલ કપડાંની વેરાયટી પણ રાખવામાં આવી છે. પુરુષો માટે જીન્સ જેકેટ, લેધર જેકેટ સહિતનાં વિવિધ પ્રકારનાં જેકેટ ઉપલબ્ધ છે. જ્યારે બાળકો માટે પણ ગરમ કપડાંની અનેક ડિઝાઇન રાખવામાં આવી છે.

- Advertisement -

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી ફેશન અને બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા વિવિધ વેરાયટી લાવવામાં આવી છે. શિયાળાની ઋતુમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે જામનગરવાસીઓમાં આ માર્કેટનું વિશેષ આકર્ષણ રહેતું હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી જામનગર સાથે જોડાયેલી આ પરંપરા મુજબ શિયાળાની સિઝન દરમિયાન તિબેટીયન વેપારીઓ અહીં આવી ગરમ વસ્ત્રોનો વ્યવસાય કરે છે. આ વર્ષે પણ વિભાજી સ્કૂલ સામે શરૂ થયેલું આ માર્કેટ શિયાળાની ખરીદી માટેનું એક મહત્વનું કેન્દ્ર બન્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular